ખામેનેઈની અંતિમ વિધીમાં ૧ કરોડથી વધુ લોકો ઉમટી પડવાની શકયતા

ખામેનેઈની અંતિમ વિધીમાં ૧ કરોડથી વધુ લોકો ઉમટી પડવાની શકયતા

(એજન્સી)       તેહરાન તા.૨:
અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈના મૃત્યુ બાદ 
ઈરાનમાં માતમની અનેક 
તસવીરો સામે આવી છે. ઈરાનમાં રોડ રસ્તા પર લાખો લોકો ઉમટી પડ્યા છે. આ સ્થિતિમાં તેમના અંતિમ સંસ્કારમાં લાખો લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ઈરાનમાં આયાતુલ્લા રુહોલ્લા ખુમૈનીના ૧૯૮૯માં મોત બાદ અંતિમ સંસ્કારમાં આશરે એક કરોડ લોકો શામેલ થયા હતા.
ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં માતમ છવાયેલો છે અને લોકો હજુ પણ તેઓ તેમની વચ્ચે નથી તેવો વિશ્વાસ થઈ રહ્યો નથી. ઈરાનમાં તેમના મોત બાદ ૪૦ દિવસનો રાષ્ટ્રીય શોક અને સાત દિવસની જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.
ખામેનેઈના મોત બાદ તેહરાનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે. વિવિધ રિપોર્ટ અનુસાર તેહરાનમાં જ તેમની અંતિમવિધિ થશે માનીને મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. જોકે હજુ ઈરાનના અધિકારીઓએ અંતિમ સંસ્કારની તારીખ અને સમયની જાહેરાત કરી નથી.