ગીર સોમનાથ જીલ્લાની સરકારી બોયઝ સ્કુલમાં વિનામુલ્યે સ્કુલબેગનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા) વેરાવળ, તા.22
ગીર સોમનાથ જીલ્લાની સરકારી બોયઝ હાઈસ્કુલ, વેરાવળમાં ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની વિદ્યાર્થી પહેલ યોજના હેઠળ શાળામાં નવા પ્રવેશ પામેલા 150 વિદ્યાર્થીઓને વિનામુલ્યે સ્કુલબેગનુ વિતરણ કરવામાં આવેલ હતું. ઉકત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરીચા, શાળાની એસ.એમ.ડી.સી. સમિતિના શિક્ષણ વિદ મુકેશભાઈ ચોલેરા, સુત્રાપાડા તાલુકાના એસ.વી.એસ. કન્વિનર એમ.એન.જાેશી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનિશ શિક્ષણ નિરીક્ષકો તેમજ શાળાના આચાર્ય વી.બી. ખાંભલા અને શાળાના તમામ શિક્ષકો અને વહિવટી કર્મચારીઓની ઉપસ્થિતિમાં નવા પ્રવેશ પામેલા 150 વિદ્યાર્થીઓને વિનામુલ્યે સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવેલ હતુ.


