જંતર-મંતર ખાતે પ્રદર્શન પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં રાષ્ટ્રધ્વજ લહેરાવી રહેલા સીજેપી નેતા સૌરવ દાસ, આશુતોષ રાંકાની ફરી અટકાયત
નવી દિલ્હી તા.૧૩
દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના કેટલાક સાથીઓ સાથે દિલ્હીના જંતર-મંતર પહોંચ્યા હતા. ખરેખરમાં, હવે જંતર-મંતર પર પ્રદર્શન કરી શકાશે નહીં.
કેન્દ્ર સરકારે સોમવારે તેને નિર્ધારિત પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવી દીધું હતું. ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સમિતિની ભલામણ પર દિલ્હીના રામલીલા મેદાન, બુરાડી ગ્રાઉન્ડ અને પૂર્વી દિલ્હીના ઝ્રમ્ડ્ઢ ગ્રાઉન્ડને પ્રદર્શન સ્થળ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે રામલીલા મેદાન માત્ર ૨૯થી ૩૧ ડિસેમ્બર સુધી જ ખાલી છે.
આ પહેલાં પણ ૧૦ ઑક્ટોબરે પાર્ટીના પ્રદર્શન દરમિયાન કૉકરોચ જનતા પાર્ટીના નેતાઓની ફ્લાઇટમાંથી અટકાયત કરવામાં આવી હતી.


