જૂનાગઢમાં મધુવન પાર્ટી પ્લોટ ખાતે ‘આયુષ’ હોસ્પીટલ દ્વારા વેલકમ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ખેલૈયાઓ મનમુકીને ઝુમી ઉઠયા : વિજેતાઓને મહાુનભાવોનાં હસ્તે સન્માનીત કરાયા

જૂનાગઢમાં મધુવન પાર્ટી પ્લોટ ખાતે ‘આયુષ’ હોસ્પીટલ દ્વારા વેલકમ નવરાત્રીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા. ૧ર
આદ્યશકિત અંબા માતાજીનાં આરાધનાના પર્વ નવરાત્રીનાં આગમનને વધાવવા માટે શનિવારે રાત્રીનાં જૂનાગઢની જાણીતી ‘આયુષ’ મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પીટલ દ્વારા વેલકમ નવરાત્રીનો એક કાર્યક્રમ ખુબ જ ઉત્સાહભેર અને ઉમંગભેર યોજવામાં આવ્યો હતો. ઝાંઝરડા બાયપાસ પર આવેલા મધુવન પાર્ટી પ્લોટ ખાતે વિશાળ પટાંગણમાં ખેલૈયાઓ મનમુકીને ઝુમી ઉઠયા હતાં. દર વર્ષે આયુષ હોસ્પીટલ દ્વારા વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ તકે જૂનાગઢનાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. સારૂ પર્ફોન્સ દાખવનાર ખેલૈયાઓને સન્માનીત પણ કરવામાં આવ્યા હતાં. વેલકમ નવરાત્રીનાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. ચિરાગ માકડીયા તેમજ આયુષ હોસ્પીટલની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.