ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવાનો ઈન્કાર કરી દીધો

ચીફ જસ્ટિસે કહ્યું : “તેમણે ઈન્ડિયા બ્લોક (વિપક્ષ)ના સાંસદોને મુલાકાત નહીં કરી શકવાના કારણો જણાવી દીધા છે’, સુપ્રિમ કોર્ટના દ્વાર તમામ માટે ખુલ્લા છે”

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવાનો ઈન્કાર કરી દીધો

નવી દિલ્હી તા.૧ર
ચીફ જસ્ટિસ સૂર્યકાંતએ વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કરતા કહ્યું કે મુલાકાતની માંગણી કરતા પત્રનો જવાબ તેમણે ગઈકાલે રાત્રે જ આપી દીધો હતો અને કારણો પણ જણાવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે તેમને મળીને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો.
પત્રમાં શું લખ્યું હતું ? એવા સવાલ પર ચીફ જસ્ટિસે કહ્યું, “આ તમે વિપક્ષી સાંસદોને પૂછો.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના દરવાજા તમામ માટે ખુલ્લા છે. કોઈપણ સામાન્ય નાગરિક અથવા ચૂંટાયેલા જનપ્રતિનિધિને અરજી દાખલ કરવાનો અધિકાર છે. કોર્ટ તેમની સમસ્યાઓ સાંભળશે અને કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરશે.