શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સોમવારે શ્રી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન

શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સોમવારે શ્રી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧પ
જૂનાગઢમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી ભૂપેન્દ્ર સી. વ્યાસની યાદી જણાવે છે કે પ્રતિ વર્ષોની જુની પરમપરા મુજબ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં આસો સુદ નોમને સોમવારે તા.૧૯-૧૦-ર૦ર૬ના રોજ મંદિરના પટાગણમાં શ્રી હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. હવનનું બીડું સાંજે પ:૩૦ કલાકે હોમાશે. આ પ્રસંગે ગોંડલના આચાર્ય મહેશ વી. ઓઝા તેમના અનુયાયીઓને જૂનાગઢના પ્રસિધ્ધ બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરશે અને શ્રી મહાલક્ષ્મી માતાજીની સ્તુતીઓ બોલશે તો આ ધાર્મિક પ્રસંગમાં સર્વ ધર્મ પ્રેમી જનતાને હવનના દર્શનનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.