અમદાવાદની ૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ૧૧ મહિનામાં ૮મી વાર ધમકી મળી

અમદાવાદની ૪ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ૧૧ મહિનામાં ૮મી વાર ધમકી મળી

અમદાવાદ તા.૨૭
અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિધા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીને પગલે વાલીઓ બાળકોને સ્કૂલ લેવા પહોંચી ગયા છે. સ્કૂલોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ સ્કૂલોએ પહોંચી છે. જ્યારે બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ દ્વારા થોડીવારમાં તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ૧૧ મહિનામાં ૮મી વખત અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.
૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે ઈમેલ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પોતાના બાળકને દિલજીતના કોન્સર્ટમાં ન મોકલે અને સ્કૂલમાં બપોરે ૧:૧૧ વાગે બોમ્બ બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.