અમેરીકાના પગલે હવે સાઉથ આફ્રિકા પણ ભારત ઉપર પ૦ ટકા ટેરિફ ઝીંકશે
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૯:
અમેરિકા બાદ હવે સાઉથ આફ્રિકા પણ ભારત ઉપર ૫૦ ટકા ટેરિફ લગાવે તેવી શકયતા છે. આ અંગે મળતી માહિતી મુજબ સાઉથ આફ્રિકા ભારત અને ચીનમાંથી આયાત કરતા વાહનો પર ભારે ટેરિફ લાદી શકે છે. આ અંગે અકે અહેવાલના જણાવ્યા અનુસાર સાઉથ આફ્રિકાનો વેપાર, ઉદ્યોગ અને સ્પર્ધા વિભાગ આની સમીક્ષા કરી રહ્યો છે. સાઉથ આફ્રિકા ચીન અને ભારતથી દેશમાં આવતા વાહનો પર આ ટેરિફ લાદવા માંગે છે કારણ કે તે સ્થાનિક ઓટોમોબાઈલ કંપનીઓ વધતી જતી વાહન આયાતની અસરથી ચિંતિત છે અને તેના ઉપાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ દેશોમાંથી વાહનોના પ્રવાહને રોકવા અથવા ઘટાડવાનો પ્રયાસ કરવા માટે આંતરિક સમીક્ષા ચાલી રહી છે, જેનાથી સ્થાનિક કંપનીઓને ફાયદો થશે. નીતિ નિર્માતાઓનો દલીલ છે કે આ પગલાથી સ્થાનિક ઉદ્યોગમાં સ્પર્ધા ઓછી થશે, જેનો સ્થાનિક કંપનીઓને ફાયદો થશે.


