આજે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે શાહબાઝ શરીફ ઓપરેશન સિંદૂરનો તમાચો ભૂલ્યા : ભારતને ધમકી આપી
(એજન્સી) ઇસ્લામાબાદ તા.૧૪:
આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવનાર પાકિસ્તાન માટે, ૧૪ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પણ ઝેર ઓકવાનો દિવસ રહ્યો હતો ગયા વર્ષે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂરનો આઘાત પાકિસ્તાની સરકારને સતાવી રહ્યો છે. ગભરાટની આ સ્થિતિમાં, બ્રિટિશરો પાસેથી સ્વતંત્રતાની ઉજવણી કરવાને બદલે, પાક વડાપ્રધાને ભારતને યુદ્ધની ધમકી આપવાનું શરૂ કર્યું. તેમણે સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના ર્નિણય અંગે પણ ધમકી આપી.


