આવતીકાલે દિલ્હીમાં આરસએસએસનું રાષ્ટ્રવંદનમ્ સંમેલન

આવતીકાલે દિલ્હીમાં આરસએસએસનું રાષ્ટ્રવંદનમ્ સંમેલન

(એજન્સી)   નવી દિલ્હી, તા.૨૮:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમોની સમાપન કડીરૂપે આવતીકાલે મંગળવારે ૨૯ નવેમ્બરે દિલ્હીમાં ‘રાષ્ટ્રવંદનમ્‘ નામે વિશાળ એકત્રીકરણ યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉપલબ્ધ વિગતો અનુસાર દિલ્હીના રોહિણી વિસ્તારમાં કાર્યક્રમ યોજવાનું આયોજન છે અને તેમાં મોટી સંખ્યામાં પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ નાગરિકો તથા યુવાનોને આમંત્રિત કરવામાં આવશે. કાર્યક્રમને સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સંબોધન કરશે.
રોહિણી સેક્ટર-૨૩ના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં આશરે ૨.૨૫ લાખ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં ભાગ લેશે અને સમાજના વિવિધ ક્ષેત્રોના આશરે ૭૫ હજાર પ્રબુદ્ધ નાગરિકો તથા યુવાનો ઉપસ્થિત રહેશે એવો અંદાજ આપવામાં આવ્યો છે. સંઘના રાષ્ટ્રીય અને દિલ્હી પ્રાંતના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમની તૈયારીઓ તથા આમંત્રિતોની યાદીને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવાયું છે.