“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ” શ્રાવણ માસ અંતર્ગત શનિવાર અને સ્વતંત્રતા દિવસના અવસરે દાદાને ત્રિરંગાની ડિઝાઈનવાળા વાઘા અને ત્રિરંગાથીમનો શણગાર

વિવિધ ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો તેમજ શ્રી હરિ મંદિરમાં શ્રાવણી દિવ્ય હિંડોળા દર્શનનો મંગલ પ્રારંભ

“આવ્યો પાવન શ્રાવણ માસ, પાયો મેને શ્રી ચરણમે વાસ” શ્રાવણ માસ અંતર્ગત શનિવાર અને સ્વતંત્રતા દિવસના અવસરે દાદાને ત્રિરંગાની ડિઝાઈનવાળા વાઘા અને ત્રિરંગાથીમનો શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧પ
ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજ તા. ૧૫-૦૮-૨૦૨૬ને શનિવારના રોજ સ્વતંત્રતા દિનેશ્રીકષ્ટભંજનદેવ દાદાને ત્રિરંગાની થીમનો શણગાર કરાયો છે.દાદાને ત્રિરંગાની થીમના વાઘા પહેરાવ્યા હતાં.શ્રીહનુમાનજી મહારાજ તથા ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપોને રાષ્ટ્રધ્વજ ‘તિરંગા‘ના રંગોથી સુશોભિત કરી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.શ્રી હનુમાનજીની વિરાટ મુખાકૃતિ તથા કાળા દ્રાક્ષ અને અન્ય ફળોથી બનાવેલું દિવ્ય ‘શિવલિંગ‘,ફળોમાંથી જ ટેડી બેરભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને ત્રિરંગા કેકની કલાત્મક સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીદ્વારા તથા સવારે ૭ કલાકે  શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.દાદાને કેળા,સફરજન, કેરી, ચીકુ, પપૈયા, જામફળ, મોસંબી, અનાનાસ વગેરે વિવિધ  ફ્રુટનો અન્નકૂટ ધરાવામાં આવ્યા હતા. મંદિર યજ્ઞશાળામાં  મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પુષ્પો વડે રાષ્ટ્રધ્વજની થીમ પર અદ્ભુત રીતે ત્રિરંગાનો શણગાર કરાયો છે. તો દાદાને ત્રિરંગાની થીમના મોતીના વાઘા પહેરાવ્યા હતા. મંદિર અને પરિસરમાં ત્રિરંગા ફકરામાં આવ્યા હતા. આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં ભવ્ય તથા દિવ્ય હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉત્સવનું ઉદઘાટન પૂજનીય કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી તથા સંતો દ્વારા શ્રીઠાકોરજીની ભાવસભર આરતી કરીને કરવામાં આવ્યું હતું. શ્રીહરી હિંડોળે ઝુલયાના દર્શનની કલા સજાવટ અને મૂતિર્ઓ નિહારી સૌ કોઈ ભક્તો પ્રભાવિત અને ભાવવિભોર થયા હતા. સંજયભગત સાથે હરિભક્તોએ સતત ત્રણ માસ સુધી ભક્તિભાવપૂર્વક મહેનત કરીને આ નયનરમ્ય હિંડોળા તૈયાર કર્યા છે. હિંડોળાની અદભુત કલાત્મક સજાવટ, ઝીણવટભર્યું કામ અને શ્રીજી મહારાજના મનોહર સ્વરૂપના દર્શન કરી તમામ ભક્તો ભાવવિભોર બની ગયા હતા.સૌ હરિભક્તોને આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવવા હાદિર્ક નિમંત્રણ છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પ.પૂ.શ્રી નારાયણમુની સ્વામી દિવ્ય કથાનું રસપાન કરવાશે. જેનો સમય દરરોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકનો રહેશે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારેફુટ અન્નકૂટ,છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ,ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે ૪:૪૫ કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનસાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે દાદાને શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શનસાથે દિવ્ય સત્સંગ કથા,શ્રી કૃષ્ણ જન્મોત્સવઆદિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તા.૧૩-૦૮-૨૦૨૬ થી તા.૧૧-૦૯-૨૦૨૬ સુધી  આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારૂતિનું સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યાઆરતી સાંજે ૪:૩૦ થી ૭ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૬નારોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડ્ઢત્નના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે.
સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન કરવામાં આવશે. સંપૂર્પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા) તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનોપરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાદિર્ક આમંત્રણ છે.