“ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીન અપ ડે” નિમિતે કાર્યક્રમ યોજાયો

“ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીન અપ ડે” નિમિતે કાર્યક્રમ યોજાયો
Divya Bhaskar

“ઇન્ટરનેશનલ કોસ્ટલ કલીન અપ ડે” તરીકે  ઉજવવામાં આવે છે જે અંતર્ગત ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (GEMI), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), TCSRD (TATA Chemicals socaiy for Rural Development), આસિ. કલેકટર તથા પ્રાંત અધિકારી ની કચેરી, વન વિભાગ- દ્વારકા અને શિવરાજપુર બીચ ખાતે ના સ્ટાફના સહયોગ થી શિવરાજપુર બીચ ખાતે બીચ સફાઈ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
GEMI, GPCB, પ્રાંત અધિકારી શ્રી વન વિભાગ અને TCSRD ના સ્ટાફ દ્વારા કાંઠાના સંરક્ષણ અંગેની જાગૃતિ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે સ્થાનિક લોકોને, સહેલાણીઓ ને તથા સ્ટોલ માલિકોને સમજણ આપવામાં આવી તથા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દરિયાકિનારા પર પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે સહજતા દર્શાવવાની વિનંતી કરી.
આ સફાઈ કાર્યક્રમમાં આસિ . કલેકટર અને પ્રાંત અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ સ્થાનિક નાગરિકો, સહેલાણીઓ અને ઔદ્યોગિક ક્ષેત્રના કર્મચારીઓની મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને બીચ સફાઈ કાર્યક્રમ માં યોગદાન આપ્યું તથા દરેક લોકો આ પ્રદૂષણ ના ફેલાવવા માટે શપથ ગ્રહણ કરી. આ ઇવેન્ટ દરમિયાન,૨૦૦ કિલોગ્રામ જેટલો પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો, જેનો રિસાઇકલ ફેસિલિટી ખાતે યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો.