ઈરાને બહેરીન સ્થિત અમેરીકાના લશ્કરી મથકનો સંપૂર્ણ ધ્વંશ કરી નાખ્યો : અમેરીકાએ સ્વીકાર કર્યો

ઈરાને બહેરીન સ્થિત અમેરીકાના લશ્કરી મથકનો સંપૂર્ણ ધ્વંશ કરી નાખ્યો : અમેરીકાએ સ્વીકાર કર્યો

વોશિંગ્ટન, તા.૧૧
અમેરીકાના આક્રમણનો જવાબ આપવા ઈરાને ગલ્ફના દેશોમાં રહેલ અમેરીકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા અને હવે ખુદ અમેરીકાએ સ્વીકાર્યુ છે કે ઈરાનનું બહેરીન સહિતના ક્ષેત્રોમાં લશ્કરી આક્રમણ એટલે કે મીસાઈલ અને ડ્રોન હુમલા એટલા તાકાતવર હતા કે તેમના બહેરીન ખાતેનું લશ્કરી મથક લગભગ ધ્વંશ થઈ ગયું છે. આમ પ્રથમ વખત અમેરીકાએ ઈરાનની ક્ષમતાનો સ્વીકાર કર્યો છે. 
બહેરીનમાં અમેરીકાના નૌકાદળ માટે વિશાળ પાયે સપોર્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને ખાડીમાં અમેરીકી દળોની વિશાળ હાજરી માટે પણ બહેરીન મહત્વનું મથક ગણાતું હતું પરંતુ ઈરાને તેના આક્રમણમાં જે રીતે આ લશ્કરી મથકનો લગભગ સંપૂર્ણ ધ્વંશ કર્યો છે.
તેથી અમેરીકાને તે પુન: ઉભુ કરવામાં વર્ષો નીકળી જશે જે નિશ્ચિત છે. અહીં રહેલા અમેરીકી નૌકાદળના લડાયક વિમાનોને ભારે નુકશાન પહોંચ્યુ છે. આ ઉપરાંત જોર્ડન ખાતેના અમેરીકી બેઈઝને પણ જયાં એફ-૧૬ સહિતના અમેરીકી વિમાનો તૈનાત હતા. તેમાં પણ ૧૧ જેટલા વિમાનોનો નાશ થયો છે.