નવાબંદર મરીન પોલીસે વિદેશી દારૂની ૬૬૭ બોટલ સાથે ૪ને ઝડપ્યા

નવાબંદર મરીન પોલીસે વિદેશી દારૂની ૬૬૭ બોટલ સાથે ૪ને ઝડપ્યા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ૬
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરીની સૂચનાથી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. પરમાર, એમ. એ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પી. બાંભણિયા અને સ્ટાફએ નવાબંદર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે ઘોઘલા તરફ થી આવતી સફેદ કલરની મારૂતિ સુઝુકી કુ.ની સ્વિફ્ટ મોટર કાર નંબર GJ 01 KL 3676 રોકાવી તપાસ કરતા અનિકેત રાજેશ સોલંકી રે. દીવ વાળા એ મોટર કારમાં ચોર ખાના બનાવી સીટ નીચે અને ડેકીમાં છુપાવેલા ઈંગ્લીશ દારૂ ની જુદી જુદી બ્રાન્ડ ની ઇંગ્લિશ દારૂ ની બોટલો નંગ ૫૮૬ રૂપિયા ૧,૪૦,૭૫૨/ અને મોબાઇલ ફોન એક, એક લાખ રૂપિયાની મોટર કાર મળી કુલ રૂપિયા ૨,૪૫,૭૬૨/ના મુદામાલ સાથે પકડી લીધો હતો અને પૂછપરછમાં આ દારૂ નો જથ્થો ઝાખરવાડા ગામના પ્રતીક ડોડીયાને આપવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની સામે પણ ગુનો દાખલ કરી પકડવા તજવીજ શરૂ કરી છે.
બીજા બનાવ માં એક એક્ટિવા મોટર સાયકલ GJ 03 MS 8736 ડબલ સવારી વાળાને રોકાવી અંકુર રાયાભાઈ જતાપરા રે. માદવા તા. જસદણ અને ધર્મેશ પોપટભાઈ જાડિયા રે. રે. માદવા તા. જસદણ ની તપાસ કરતા મોટર સાયકલ માં છુપાવેલ પર પ્રાંતની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૮૧ રૂપિયા ૨૭૩૬૫/ મોબાઈલ ફોન નંગ બે રૂપિયા ૨૦૦૦૦/ અને ૨૦,૦૦૦/ની મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૬૭,૩૬૫/ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. બન્ને આરોપીની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. નવાબંદર મરીન પોલીસ એ કુલ ૬૬૭બોટલ દારૂ બે વાહન સાથે કુલ રૂપિયા ૩,૧૩,૧૨૭ / સાથે બે ની ધરપકડ કરી હતી.