કોલકતાની હોટલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૯ બાંગ્લાદેશીઓના મોત
કોલકાતા તા.૧૯:
કોલકાતાની એક હોટલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા અને ૬ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા અહેવાલો અનુસાર, આજે વહેલી સવારે હોટલના મોટાભાગના રહેવાસીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે આગ લાગતા ધુમાડા અને જ્વાળાઓના ગોટેગોટાથી પરિસરમાં ગભરાટ ફેલાયો. માહિતી મળતાં, પોલીસ અને ફાયર બ્રિગેડના અનેક વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, કોલકાતાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર આવેલી એક હોટલમાં રાત્રે ૨ વાગ્યાની આસપાસ આગ લાગી અને તે ઝડપથી વધી ગઈ. ઘટનાસ્થળે જ ૯ લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા. મૃતકો બાંગ્લાદેશી નાગરિકો હતા જેઓ તબીબી સારવાર માટે આવ્યા હતા.


