બાબા રામદેવની ભવિષ્યવાણી : એક દિવસ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભારત સાથે જાેડાઈ જશે

બાબા રામદેવની ભવિષ્યવાણી : એક દિવસ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભારત સાથે જાેડાઈ જશે

રાયપુર  તા.19
યોગગુરૂ બાબા રામદેવે દાવો કર્યો કે એક દિવસ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ફરીથી ભારત સાથે જોડાઈ જશે. તેમણે લોકોને આ બાબતે થોડી ધીરજ રાખવા માટે જણાવ્યું હતું. આ સાથે જ રામદેવે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલાં અત્યાચારોની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને તેને માનવ સભ્યતાના સૌથી મોટા અન્યાયોમાંનો એક ગણાવ્યો હતો.
ધર્માંતરણ અને સનાતન ધર્મ અંગે વાત કરતાં રામદેવે જણાવ્યું હતું કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી કોઈ ધર્મ ખતરામાં નથી, પરંતુ દેશનું માન અને સન્માન દાવ પર લાગેલું છે. તેમણે ઉમેર્યું હતું કે સનાતન સંસ્કૃતિ પ્રાચીન છે અને તેમાં કોઈ ખામી નથી. ધર્મના નામે થતા ભેદભાવ માત્ર વિકૃત માનસિકતા ધરાવતા કેટલાક લોકોની દેન છે. જો લોકો ભગવાન રામની મર્યાદા, શ્રીકૃષ્ણના યોગ-કર્મ અને શિવજીની પવિત્રતાને અપનાવશે તો ધર્માંતરણનો પ્રશ્ન જ ઊભો નહીં થાય.