મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આરતીમાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી આરતીમાં સહભાગી થયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર નજીક ઓડદર ખાતે આયોજિત સર્વોદય વનના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજના સમયે મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર સ્થિત ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા અને આરતીમાં પણ શ્રદ્ધાપૂર્વક સહભાગી બન્યા હતા. મંદિર ખાતે મુખ્યમંત્રીએ કોઈ વિશેષ ઔપચારિકતા વિના ઉપસ્થિત શ્રદ્ધાળુઓની વચ્ચે સામાન્ય ભક્તની જેમ દર્શન કરી આરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીની આ સાદગીપૂર્ણ ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.