જૂનાગઢમાં ઉડાન લેડીઝ ગૃપ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન
તા. ૧૯ સપ્ટેમ્બરનાં રોજ રાત્રીનાં ૮ કલાકે યુનાઈટેડ બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ, ડીમાર્ટની સામે યોજાશે કાર્યક્રમ : આમંત્રીત મહેમાનોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ
જૂનાગઢ તા. ૧ર
જગતજનની માં અંબાનાં નવલા નવરાત્રીનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે માતાજીની આરાધનાનાં પર્વને ભાવ-ભકિતપૂર્વક મનાવવાની હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. શકિતની આરાધનાનાં પર્વને આવકારવા માટે જૂનાગઢમાં ઉડાન લેડીઝ ગૃપ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. અને રાસોત્સવની શરૂઆત ઉડાન રાત્રી, વેલકમ રાત્રીનાં કાર્યક્રમથી પ્રારંભ કરવા માટે ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
ઉડાન લેડીઝ ગૃપ દ્વારા આગામી નવરાત્રી મહોત્સવને ઉમંગથી વધાવવા માટે આવકારવા માટે ઉડાન રાત્રી-વેલકમ નવરાત્રીનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. નવરાત્રી પર્વની શરૂઆત થાય તે પહેલા આગામી તા. ૧૯-૯-રપ રાત્રીનાં ૮ કલાકે ઉડાન રાત્રી-વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ યોજાવા જઈ હયો છે. ઝાંઝરડા ચોકડી જૂનાગઢ ખાતે ડીમાર્ટની સામે યુનાઈટેડ બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉડાન રાત્રી-વેલકમ નવરાત્રીનું પર્વ મનાવાશે. આ કાર્યક્રમનાં ટાઈટલ સ્પોન્સર ફીયોનાં સીલેકશન છે. જયારે મીડીયા પાર્ટનર તરીકે
સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક છે. અને કો.સ્પોન્સર તરીકે કરશનજી મેઘજી જવેલર્સ છે. વેલકમ નવરાત્રીનું સુંદર મજાનું આયોજનનાં મુખ્ય આયોજક શ્રીમતી જયશ્રીબેન સંઘવી (મેન્ટર) શ્રીમતી મેઘા આણંદપરા, શ્રીમતી અમીષી ગાંધી (પ્રમુખ), શ્રીમતી જાગૃતિબેન ચોકસી, શ્રીમતી અમીબેન પારેખ વગેરેનાં માર્ગદર્શન હેઠળ ઉડાન લેડીઝ ગૃપનાં સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જૂનાગઢનાં આંગણે ઉડાન લેડીઝ ગૃપ દ્રારા આયોજીત ઉડાન રાત્રી-વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમને કે.ડી.ભીંડી જવેલર્સ, પ્રેરણા કલીનીક, જશ કન્સલ્ટીંગ, સોલાર રૂફટોપ સીસ્ટમ, ન્યુ લાઈફ કેર હોસ્પીટલ, હોટેલ ઈન્દ્રલોક, મોર્ડન લસ્સી એન્ડ પેટીસ, ડો. જયંત રાણીંગા, તન્ના એકાઉન્ટ, ડો. નિસર્ગ કોઠારી,
ડો. રજયતા દયાતર, ઈન્હાર ફાયનાન્સ, સાક્ષી પેલેસ, નવરંગ જવેલર્સ, ડો. આર.વી બુચ, સ્વસ્તીક જવેલર્સ, ધી લોટસ હોટેલ, શ્રીજી ફેન્સી ઢોસા, વ્રજગોપી ફેસન્સ વગેરે સમાજનાં નામાંકીત શ્રેષ્ઠીઓ સ્પોન્સર કરી રહયા છે. અને સંપૂર્ણ સહયોગ આપી રહયા છે. ઉડાન લેડીઝ દ્વારા આયોજીત ઉડાન રાત્રી-વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમમાં પધારવા આયોજકો દ્વારા આમંત્રીત મહેમાનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમ ડો. નિષ્ઠા અભીજીત ઉપાધ્યાયની યાદીમાં જણાવેલ છે.
પાસ મેળવવા માટે સંપર્ક કરો વિશાલભાઈ ગાંધી
મો. ૭૦૧૬૬ પ૯૧૬૬


