જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના ૧૦ વિદ્યાર્થીના પ્રોજેક્ટસને SSIP યોજના હેઠળ સહાયની મંજૂરી
જૂનાગઢ, તા.૧
બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્ટાર્ટઅપ તથા વ્યવસાયિક વિચારોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિવિધ નવીન પ્રોજેક્ટસને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન સંસ્થાના કુલ ૧૦ વિદ્યાર્થીના પ્રોજેક્ટસને Proof of Concept (PoC)ની કામગીરી માટે કુલ રૂ. ૧,૦૭,૦૦૦/- ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.


