જૂનાગઢમાં ‘ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ’ વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ

જૂનાગઢમાં ‘ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ’ વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ

જૂનાગઢ, તા.૧
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના  કૃષિ મહાવિદ્યાલય દ્વારા ‘’ભારતીય કૃષિના ૨૫ વર્ષ: પરિવર્તન અને આગળનો માર્ગ’’ આ વિષય પર એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.વી.પી.ચોવટિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અધ્યક્ષ સ્થાનેથી તેમણે સંબોધન કરતા છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન કૃષિ ક્ષેત્રમાં ગુજરાત અને દેશમાં થયેલા જુદા-જુદા પરિવર્તન, મેળવેલી સિદ્ધિઓ તથા આવનાર પડકારો વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સંશોધન નિયામક શ્રી ડો.એ.જી. પાનસુરીયા, કુલસચિવ શ્રી ડો.વાય.એચ. ઘેલાણી, નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ ડો.આર.એમ. સોલંકી દ્વારા પણ કૃષિ ક્ષેત્રના યોગદાન પર જુદા-જુદા વક્તવ્ય આપવામાં આવ્યા હતા.
આ સેમિનાર દરમ્યાન કુલ ૪૮ જેટલા અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી (ઇ.) ડો.એચ.સી.છોડવડિયા, આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડો.પી.ડી. કુમાવત,  સી.એ.ઈ.ટી. કોલેજના આચાર્ય અને ડીન ડો.કે.સી. પટેલ, પી.જી.આઈ.એ.બી.એમ. ના આચાયર્શ્રી, ડો. સી.ડી.લખલાણી, જુદી-જુદી કોલેજાેના આચાયર્શ્રીઓ, સીનીયર સાયન્ટીસ્ટ, (IIGR), જૂનાગઢ ડો.એમ.વી.નટરાજા, જુદા-જુદા વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ, રેક્ટરશ્રી અને કૃષિ મહાવિદ્યાલયના એકેડેમિક ઇન્ચાર્જ તેમજ શિક્ષણ શાખાના સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આચાર્ય અને ડીનશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ડો.પી.ડી.કુમાવત દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતમાં ડો. બી.એચ.તાવેથીયા, સહ પ્રાધ્યાપક દ્વારા દરેક હાજર અધિકારીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ શ્રી ડૉ.એન.બી.જાદવ, નિયામકશ્રી વિસ્તરણ શિક્ષણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.