જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સંતો અને હરિભક્તોની ઉપસ્થિતીમાં ધ્વજવંદન, રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ 

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢના જવાહર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત આજે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો, હરિભક્તોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ ગૌરવભેર યોજાયો હતો. તેમજ રાષ્ટ્રધ્વજને સલામી પણ આપવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા તેમ પ્રફુલભાઈ કાપડીયાની યાદીમાં જણાવેલ છે.