જૂનાગઢમાં સંપૂર્ણપણે મહિલા સંચાલિત ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.નો પ્રારંભ

ડો.અશરફ ખાન પરિવારના નવા સોપાન ઝનાના હોસ્પિટલ ના ઉદઘાટનમાં સંતો, આલીમો, સામાજિક રાજકીય આગેવાનો અને તબીબી જગતના માધાતાઓ ઉમટી પડ્યા

જૂનાગઢમાં સંપૂર્ણપણે મહિલા સંચાલિત ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.નો પ્રારંભ

જુનાગઢ તા. ૧૩
 જુનાગઢમાં સંપૂર્ણ મહિલા સંચાલિત ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.નું સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં થયેલા ઉદઘાટનમાં શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત નાગરિકો તબીબો વકીલો અને સરકારી સામાજિક અધિકારી પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
જૂનાગઢના ચીતાખાના ચોકમાં આવેલ શ્રીજી કોમ્પલેક્ષ માં ડો.એ.એસ. ખાન સ્કિન ક્લિનિક નીચે ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ.માં એમ એસ ગાયનેક ડો સબા મંઝર ખાનના નેજા હેઠળ મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. સેવા ઉપલબ્ધ થઈ છે. આ હોસ્પિટલની વિશિષ્ટતામાં હોસ્પિટલમાં મુખ્ય એમ.એસ. ગાયનેક ડો. સબા મંઝરખાનની સાથે સાથે નર્સિંગ સ્ટાફથી લઈ ઓપરેશન સ્ટાફ મેનેજમેન્ટ સ્ટાફ અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે. હોસ્પિટલમાં તમામ પ્રકારની અધ્યતન સુવિધા સાથેનું ઓપરેશન થિયેટર, ગાયનેક વિભાગની અધ્યતન સાધન સામગ્રી ની વ્યવસ્થા, નિષ્ણાત સ્ટાફ, આધુનિક ઈન્ડોર એસી નોન એસી રૂમ, સંપૂર્ણ વેન્ટિલેશન, અને શહેર મધ્યના લોકેશનમાં રેલ્વે સ્ટેશન, બસસ્ટેશનથી સંપૂર્ણ નિકટના અંતરે અને તમામ પ્રકારના મેડિકલ સ્ટોર ની નિકટતાથી ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. હોસ્પિટલ ટોટલ ફિમેલ હેલ્થ સેન્ટર બની રહેશે.
ઝનાના મેટરનિટી હોસ્પિટલ એન્ડ આઈ.સી.યુ. ના ઉદ્ઘાટનમાં મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુ, ઈકબાલભાઈ મારફતિયા, ભાણાભાઈ, નિવૃત ડીવાયએસપી યુ.કે.મકવા, , સલીમભાઈ ગુજરાતી, એસઆઈ બુખારી, હાજીભાઈ રમકડું, સુનિલભાઈ નાવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલના સ્થાપક ડો.અશરફ ખાન, કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો.મન્ઝરખાન, અયુબખાન, અલી સન્સ વાળા યુનુસ અલી અને સમગ્ર ખાન પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.