જૂનાગઢ : આશ્રય સ્થાનમાંથી મોબાઈલની ચોરી 

જૂનાગઢ : આશ્રય સ્થાનમાંથી મોબાઈલની ચોરી 

જૂનાગઢ શહેરના સોરઠ આશ્રય સ્થાનમાં સુતેલ યુવાનનો મોબાઈલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે પીયુશભાઈ હરસુખભાઈ જાદવએ અજાણ્યા ચોર શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પોતાના રહેણાંક સ્થાને સુતા હોય ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ફરીયાદનો મોબાઈલ ફોન કિ.રૂા.ર૯,૯૯૯ની ફરીયાદીની નજર ચુકવી ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
ચોરવાડ : જુગાર રમતા ૩ શખ્સો ઝડપાયા 
ચોરવાડ બાયપાસના ઓવરબ્રીજ નીચેથી ૩ શખ્સોને જુગાર રમતા ચોરવાડ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોરવાડ પોલીસે બાયપાસના ઓવરબ્રીજ નીચેથી નીલેશભાઈ ડાયાભાઈ ચુડાસમા, જીણાભાઈ રામાભાઈ ચુડાસમા, સામતભાઈ સરમણભાઈ ડાભીને રૂા.૧૧ર૭૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
ચોરવાડ : સગાઈ તુટી જતા યુવાનને લાગી આવ્યું : દરીયામાં ઝંપલાવ્યું - મોત 
ચોરવાડમાં રહેતા યુવાનની સગાઈ તુટી જતા લાગી આવતા દરીયામાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું ચોરવાડ પોલીસ મથકે નોંધાયું છે.  આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોરવાડ પોલીસ મથકે ગૌતમભાઈ રામજીભાઈ ચુડાસમાએ જાહેર કરેલ કે પોતાના મૃતક ભાઈ મોહનભાઈ(ઉ.વ.ર૩)ની સગાઈ ચારેક વર્ષ અગાઉ ગામની જ યુવતી સાથે થયેલ હોય જે સગાઈ બે દિવસ અગાઉ તુટી જતા તેનું લાગી આવતા તા.૬-૯-રપના રોજ ચોરવાડ દરીયામાં પડી ગયેલ હોય અને ડુબી જવાથી મોત નિપજયાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.