જુનના પ્રથમ પખવાડીયામાં વરસાદની 28 ટકા ખાધ નોંધાઈ

જુનના પ્રથમ પખવાડીયામાં વરસાદની 28 ટકા ખાધ નોંધાઈ

નવી દિલ્હી તા.16:
હાલ ક્રુડતેલના ભાવ ઘટવાથી રૂપિયા પરનું દબાણ ઘટયુ છે પણ ઘરઆંગણે હવે નબળા ચોમાસાની સ્થિતિ શરૂ થઈ છે. જૂન માસના પ્રથમ પખવાડીયામાં જ ચોમાસાની ખાધ 28 ટકા નોંધાઈ છે.
અલનીનોની સ્થિતિ ભારતના સૌથી મહત્વના નૈઋત્યના ચોમાસાને જે અસર કરી રહ્યું છે તે સૌથી મોટો ફટકો ખરીફ પાકને મારશે. આમ ઈંધણની સ્થિતિમાં રાહત મળી તો હવામાન સંબંધી જોખમ વધ્યુ છે.