ટ્રમ્પે દરેક અમેરીકનને ર૦૦૦ ડોલર આપવાનું એલાન કર્યું

ટ્રમ્પે દરેક અમેરીકનને ર૦૦૦ ડોલર આપવાનું એલાન કર્યું

(એજન્સી)      વોગ્શિંટન તા.૧૦ :
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર તેમની ટેરિફ નીતિ પર એક મોટું 
નિવેદન આપ્યું છે. ટ્રમ્પનું આ 
નિવેદન અમેરિકાના ગરીબ લોકોને અમીર બનાવી શકે છે. ટ્રમ્પે કહ્યું છે કે ટૂંક સમયમાં દરેક અમેરિકન નાગરિક (ધનવાનો સિવાય) ને ૨,૦૦૦ ડોલર ચૂકવવામાં આવશે. આ રકમ તેમના વહીવટ દ્વારા એકત્રિત કરાયેલા ટેરિફ આવકમાંથી આપવામાં આવશે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, ‘જે લોકો ટેરિફની વિરૂધ્ધ છે તેઓ મૂર્ખ છે!‘  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ આવકથી ધનિકો સિવાય દરેક અમેરિકન નાગરિકને ૨,૦૦૦ ડોલર (આશરે રૂા. ૧.૭ લાખ) નું ‘ડિવિડન્ડ‘ મળશે.