ડો.સુભાષ યુનિવર્સીટીનાં મહિલા હોસ્ટેલમાં હોબાળો મચાવનાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ

ડો.સુભાષ યુનિવર્સીટીનાં મહિલા હોસ્ટેલમાં હોબાળો મચાવનાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.રપ
જૂનાગઢમાં આવેલ ડો.સુભાષ યુનિવર્સીટીના મહિલા હોસ્ટેલમાં હોબાળો મચાવનાર શખ્સો વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે જીજ્ઞેશકુમાર જયંતીલાલ પટેલએ આર્ય કચોટ નામ વ્યકિત સહિત અન્ય અજાણ્યા વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, જૂનાગઢ ડો.સુભાષ યુનિવર્સીટીમાં આવેલ મહિલા હોસ્ટેલમાં દિકરીઓના જમવા બાબતે પ્રશ્ન ઉભો થતા આરોપીઓએ રાત્રીના મહિલા હોસ્ટેલની બહાર ભેગા થઈ અમારે તમારી સાથે વાત કરવી છે  તમે જમવાનું આપો છો તે ખરાબ છે તેમ કહી મહિલા હોસ્ટેલના ગેટના દરવાજામાં ધક્કા મુકકી કરી બળજબરીથી મહિલા હોસ્ટેલમાં પ્રવેશ કરી બોર્ડ તોડી ફરીયાદી સાથે તથા સ્ટાફ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળાગાળી કરી હોસ્ટેલમાં રહેતી દિકરીઓની સલામતી જાેખમાય અને મહીલા સ્ટાફ વીરૂધ્ધ ઉશ્કેરણી કરવાની કોશીષ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.