દેશમાં લોકડાઉન નહીં લાગે : કેન્દ્રીય મંત્રી રીજીજુ

દેશમાં લોકડાઉન નહીં લાગે : કેન્દ્રીય મંત્રી રીજીજુ

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૭
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે દેશમાં લોકડાઉન લાગશે નહીં. તેમણે સંસદની બહાર કહ્યું - પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વડાપ્રધાન મોદી પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે પીએમએ લોકસભામાં ચાર દિવસ પહેલા કહ્યું હતું કે- આવનારો સમય દેશની સૌથી મોટી પરીક્ષા લેવાનો છે. ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. તેમાં રાજ્યોનો સહયોગ જરૂરી છે. તો બીજી તરફ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ કહ્યું કે લોકડાઉનને લઈને ફેલાઈ રહેલી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારનો આવો કોઈ પ્રસ્તાવ નથી.
પીએમએ ચાર દિવસ પહેલા સંસદમાં કહ્યું હતું કે આ યુદ્ધને કારણે દુનિયામાં જે મુશ્કેલ પરિસ્થિતિઓ સર્જાઈ છે, તેની અસર લાંબા સમય સુધી રહેવાની આશંકા છે. તેથી આપણે તૈયાર રહેવું પડશે. આપણે કોરોનાના સમયમાં પણ એકતાથી આવા પડકારોનો સામનો કરી ચૂક્યા છીએ. વડાપ્રધાન આજે સાંજે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત પણ કરવાના છે.