રાજકોટમાં ગોંડલ ચોકડી ખાતે વિનફાસ્ટ EV કારનાં શોરૂમનો શુભારંભ થયો

રાજકોટમાં ગોંડલ ચોકડી ખાતે વિનફાસ્ટ EV કારનાં શોરૂમનો શુભારંભ થયો

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.ર૭
ગોપીનાથ ગ્રુપ ૨૦૦૫ થી ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે જે EICHER, MAHINDRA, ASHOK LEYLAND, TVS જેવી નામાંકીત ઓટોમોબાઇલ કંપની સાથે કામ કરે છે જે હવે વિનફાસ્ટ ઈફ કારને રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ઓથોરાઈઝ્ડ ડીલર તરીકે લઈને આવ્યા છે.રાજકોટના ગોંડલ ચોકડી ખાતે તારીખ ૨૬/૦૩/૨૦૨૬ પવિત્ર રામનવમીના દિવસે વિનફાસ્ટ ઈન્ડિયા CEO તપન ઘોષ દ્વારા ગોપીનાથ મોટર, વિનફાસ્ટ રાજકોટ ના શોરૂમનું CEO ઓપનિંગ કરવામાં આવ્યું હતું. Vinfast એ વિયતનામ બેઝ કંપની છે જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઓટોમોબાઇલ કંપનીઓમાંની એક છે જે સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહન (EV) કાર, ટુ વ્હીલર અને બસ નું ઉત્પાદન કરે છે, જે પોતાના બિઝનેસને વધુ વિસ્તરણ માટે તામિલનાડુમાં ચાલુ વર્ષમાં ૫૦૦૦૦ કાર મેન્યુફેક્ચરિંગ થઈ શકે તેવો ૧૦૦ એકરમાં વિશાળ પ્લાન્ટ શરૂ કરેલ છે જે તેનું લાંબા ગાળાનું વિઝન બતાવે છે.
ભારતમાં હાલ  કોમ્પેક્ટ SUV VF6 અને પ્રીમિયમ SUV VF7 એમ બે મોડલ લોંચ કરેલ છે, જેને ભારત એન કેપ (BNCAP) દ્વારા ૫ સ્ટાર સેફટી રેટિંગ મળેલ છે. તેમજ આવતાં વર્ષમાં MPV LIMO GREEN 7 SEATER ,VF 3 અને VF 5 જેવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જે ગ્રાહકોને તેની જરૂરિયાત મુજબ મોડલ ની પસંદગી ને વધુ સરળ બનાવશે.તદુપરાંત પોતાના ગ્રાહકને વધુ ફાયદો મળે તે માટે માર્ચ ૨૦૨૯ સુધી દરેક કારને ફ્રી ર્ચાજિંગનો લાભ આપે છે. કંપની આગામી મહિનાઓમાં દેશભરમાં V-Green ર્ચાજિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની યોજના સાથે વ્યાપક ર્ચાજિંગ નેટવર્ક વિકસાવી રહી છેગોપીનાથ મોટરના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમભાઈ પટેલ તથા ડિરેક્ટર પ્રજેશભાઇ પટેલે રાજકોટ સૌરાષ્ટ્રની લક્ઝરીપ્રિય જનતાને શોરૂમની મુલાકાત લેવા હાદિર્ક નિમંત્રણ પાઠવેલ છે. વિનફાસ્ટ કારની વધુ વિગત તથા બુકિંગ માટે મોબાઈલ નંબર ૯૯૯૮૨૪૪૫૧૨ / ૯૯૯૮૩૪૪૫૧૨ ઉપર સંપર્ક કરી શકાય છે.