ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી રૂ. 30 લાખની ખંડણી માંગવાના કેસનો મુખ્ય આરોપી ઝડપાયો
જૂનાગઢના ધારાસભ્ય, સંજય કોરડીયા પાસેથી રૂ. 30 લાખની ખંડણી માંગવાના કેસમાં મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ તાપસ હાથ ધરી છે. આ બનાવની મળતી વિગત અનુસાર ગત તા.૨૬/૧૦/૨૦૨૫ના રોજ બપોરના અરસામાં જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયા નાઓના વોટ્સએપમાં અજાણ્યા વોટ્સએપ મો.નં. +243989379867 પરથી કોલ આવેલ અને અપશબ્દો બોલી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.૩૦ લાખની ખંડણીની માંગણી કરેલ. ત્યારબાદ ફરી વખત અજાણ્યા મો.નં. +243993033128 પર થી પ્રથમ ૩૦ લાખની ખંડણી માંગેલ અને હોશિયારી કરતો નહીં અને ગુજરાત પોલીસ મારૂ કાંઇ બગાડી શકશે નહીં. તેમ ધમકી ભર્યા કોલ તથા મેસેજો કરી રૂા.૫ લાખનું આંગડીયું કરી આપવાનું કહેલ અને આ અજાણ્યા મોબાઇલ નંબરો પરથી સતત ખંડણીની માંગણી ચાલુ રાખેલ હોય. જે અંગે જુનાગઢ “બી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૪૨૫૦૮૪૩/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૮(૪), ૩૫૧(૩), ૩૫૧(૪), ૫૪(૧) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ, જુનાગઢ વિભાગ, જુનાગઢ તથા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબ, જુનાગઢનાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ, જુનાગઢ શહેર વિભાગ, જુનાગઢનાઓની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ સા. દ્રારા ટેકનીકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી અગાઉ બે આરોપીઓ (૧) ઇમરાન ઉર્ફે જોન નુરમહમદભાઇ સિમારી રહે. વેરાવળ જી.ગીર-સોમનાથ તથા (૨) રોનક રાજુભાઇ ઠાકોર રહે. અમદાવાદ ભાડચ ઠાકોર વાસ, અલજી પલજી ઠાકોર વાસ વાળાઓને પકડી પાડવામાં આવેલ. જે ગુનાના મુખ્ય આરોપી સમીર બ્લોચ રહે. (હાલ) કોંગો, સાઉથ આફ્રીકા (ઇસ્ટ) (મુળ) રહે. ચિત્રાવડ તા.તાલાલા જી.ગીરસોમનાથ વાળાએ સોશીયલ મીડીયામાં “ મને કોઇ પકડી શકે તેવી કોઇની તાકાત નથી, મને પોલીસ કે રાજકારણીઓનો કોઇ ડર નથી” જેવી વાતો ઉચ્ચારેલ. જે આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ રહી પોલીસ અધિક્ષક સાહેબશ્રી, જૂનાગઢનાઓ દ્વારા આરોપી વિરૂધ્ધમાં લુક આઉટ સર્યુકલર જાહેર કરવામાં આવેલ. જે એલ.ઓ.સી. આધારે શ્રી છત્રપતી શીવાજી એરપોર્ટ, મુમ્બઇ (મહારાષ્ટ્ર) ખાતે તા.૦૪/૧૧/૨૦૨૫ ના રોજ ઇન્ટરસેપ્ટ થતા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ.શ્રી ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. હેડ કોન્સ. રાજદિપસિંહ ચુડાસમાને તાત્કાલીક મુમ્બઇ ખાતે રવાના કરી આરોપી સમીર રીંગબ્લોચને મુમ્બઇ એરપોર્ટ ખાતેથી લાવી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પો.સ્ટઠે. ખાતે સોંપવામાં આવેલ. આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે.
પકડાયેલ આરોપી તથા ગુનાહિત ઇતિહાસ
(૧) સમીર ગાલીફભાઇ રીંગબ્લોચ, ઉ.વ.૩૨ રહે.(મુળ) ચિત્રાવડ તા.તાલાલા જી.ગીર સોમનાથ, (હાલ) કોંગો, સાઉથ આફ્રીકા (ઇસ્ટ), ગીરસોમનાથના તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.સે.૦૦૧૩/૨૦૧૫ આઇ.પી.સી. ક. ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા બી-ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.બી.ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઈ.શ્રી ડી.કે.સરવૈયા તથા એ.એસ.આઇ. સરમણભાઇ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. રાજદિપસિંહ ચુડાસમા તથા જયેશભાઇ બાંભણીયા વિગેરે પો.સ્ટાફએ સાથે રહી કામગીરી કરવામાં આવેલ.


