પૂણેમાં લગ્નના ર૪ કલાકમાં જ દંપતિએ છુટાછેડા લઈ લીધા

પૂણેમાં લગ્નના ર૪ કલાકમાં જ દંપતિએ છુટાછેડા લઈ લીધા

પુણે,તા.૨૭: પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નવપરિણીત દંપતીએ લગ્નના માત્ર ૨૪ કલાકમાં જ અલગ થવાનો ર્નિણય લીધો. લગ્ન પછી તરત જ તેમની વચ્ચે ગંભીર મતભેદો ઉભા થયા, જેના કારણે તેઓએ કોર્ટનો સંપર્ક કર્યો અને સૌહાર્દપૂર્ણ રીતે તેમના લગ્નનો અંત કરી નાખ્યો હતો. આ ઘટનાએ દેશવ્યાપી ચર્ચા જગાવી છે. એડવોકેટ રાની સોનાવણેના મતે, પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદો એટલા ગંભીર હતા કે તેમણે તાત્કાલિક લગ્નનો અંત લાવવાનો ર્નિણય લીધો. નોંધપાત્ર વાત એ છે કે, આ કેસમાં હિસા કે ગુનાહિત ગેરરીતિના કોઈ આરોપ નહોતા.