બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 6 અને 11 નવેમ્બરે પરિણામ 14 નવેમ્બરે પરિણામ

બિહારમાં મતદાન 6 અને 11 નવેમ્બરે અને પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે, ચૂંટણીઓ બે તબક્કામાં યોજાશે, કુલ 40 દિવસ ચાલશે ચૂંટણી પ્રક્રિયા.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 6 અને 11 નવેમ્બરે પરિણામ 14 નવેમ્બરે પરિણામ

બિહાર, તા. 06

CEC જ્ઞાનેશ કુમારે સોમવારે એક પત્રકાર પરિષદમાં જણવ્યું છે કે, આ ચૂંટણી માટે SIR હેઠળ મતદાન યાદી અપડેટ કરવામાં આવી છે. નામાંકનના 10 દિવસ સુધી ખૂટતા નામો ઉમેરી શકાશે, ઉમેરાયેલ મતદારોને નવા મતદારકાર્ડ પ્રાપ્ત થશે. બિહાર વિધાનસભામાં 243 બેઠકો છે, જેમાં આશરે 7.42 કરોડ મતદાતા છે. તેમાં 100 વર્ષથી વધુ ઉંમરના 14,000 મતદારોનો પણ સમાવેશ થાય છે.. 1.3 મિલિયન લોકો પહેલીવાર મતદાન કરશે. બિહારમાં મતદાન મથકોમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. મતદાન માટે મુસાફરી કરવામાં અસમર્થ લોકો ફોર્મ 12D ભરીને ઘરેથી મતદાન કરી શકશે. આ સાથે ચૂંટણીપંચે 7 રાજ્યોમાં વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની જાહેરાત કરી છે. તેમાં જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, ઝારખંડમાં ઘાતસીલા(ST), પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા રાજસ્થાનમાં અંતા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા કુલ 2 તબક્કામાં યોજાશે પ્રથમ મતદાન 6 નવેમ્બર અને બીજું મતદાન 11 નવેમ્બરે થશે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચ  દ્વારા 22 નવેમ્બર, 2025 સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે.