માણાવદર પાલિકાના સતાધીશોની ખુલ્લેઆમ બેદરકારી, ગટરના પાણી નદીમાં ઠાલવી દેવાયા
ફિલ્ટર પ્લાન્ટ વગર ભૂગર્ભ ગટરના ગંદા પાણી સીધા નદીમાં ઠાલવી દેતા ભૂગર્ભ જળ સ્ત્રોત બગડે છે
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.27
માણાવદર ભાજપ શાસિત પાલિકામાં ખુલ્લેઆમ બેદરકારી દાખવી ભૂગર્ભ ગટરના પાણી સીધા નદીમાં ઠાલવી દેવાય છે જેનાથી આમ જનતામાં રોષ ફેલાયો છે. એક બાજુ સરકાર સ્વસ્થતાના પાઠ ભણાવે છે. બીજી બાજુ માણાવદર ભાજપ શાસિત પાલિકા ખુલ્લેઆમ સરકાર ન સ્વરછતાના ઉદ્દેશને ઉલાળીયો કરી સરકારને પડકાર ફેકે છે કે, પાલિકા સરકારના આદેશ કે પછી સૂચનાની કોય કિંમત નથી તેવું હાલની સ્થિતિ દર્શાવે છે.
એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચ કરી ભૂગર્ભગટર યોજના બનાવી પણ તેમાં ફિલ્ટર પ્લાન્ટ ક્યાં ગયો તે પ્રશ્ન ઉભો થયો છે કારણ બસ સ્ટેન્ડ સામે આવેલા રસાળા ડેમ નદી કેહવાય છે તેમાં ભૂગર્ભગટર પાણીનો પ્લાન્ટ છે તેમાંથી સુધી ગંદા પાણી નદીમાં ઠાલવી દેતા હોવાની આમ જનતામાંથી ફરિયાદો ઉઠી છે તેમાં કોય ફિલ્ટર વગર સીધા પાણી નદી માં ઠાલવી દેવાય જેથી ભૂગર્ભ જળ સ્ત્રોત પણ બગડે છે તે અગાઉ નજીક ના બોર કુવા બગાડ્યા હતા હવે તે પીવા લાયક છે કે કેમ તેની તપાસ કરો.
આવુ જ રસાળા ડેમના કાઢીયા પાસે ભૂગર્ભ ગટર યોજના કોય તોડી નાખી હોય કે કેમ તેમાંથી પણ બેફામ પાણી ડેમ માં ઠલવાય છે આ પાણી જમીનમાં ઉતર સે તો ભૂગર્ભ જળ સ્ત્રોત બગડશે આવું ઠેર ઠેર કેમ જાેવા મળે છે તેની તપાસ કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


