યાત્રાધામ દ્વારકામાં વિજય વિરાટ દિનની ધામધૂમ સાથે ઉજવણી કરાઇ દ્વારકાધીશ જગત મંદિરમાં કાળિયા ઠાકોરને વામન સ્વરૂપના શૃંગાર કરાયો
૬૨ વર્ષ પહેલાં ૧૯૬૫ની સાલમાં ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા જગત મંદિરનું નિશાન લઈ બોમ્બ મારો કરવામાં આવ્યો હતો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૩
આજની તારીખે પણ આ બોમ્બ મારાના અવશેષો સંસ્કૂત એકેડેમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. દ્વારકાધીશ જગત મંદિરમાં બ્રામણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તેમજ જગત મંદિરના શિખરે એક દિવસ માટે વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે ધામધૂમ પૂર્વક વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વારદાર પુજારી દ્વારા કાળિયા ઠાકોરને વામન સ્વરૂપ અવતારના વિશેષ શૃંગાર કરાયા હતા. તેમજ જગત મંદિરેના શિખરે એક દિવસની વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકામાં ભાદરવા સુદ-૧૨ બારસ વામન દ્વાદશીના રોજ વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે દ્વારકા નગરી ઉપર આજથી ૬૨ વર્ષ પહેલાં ૧૯૬૫ની સાલમાં ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા જગત મંદિરનું નિશાન લઈ બોમ્બ મારો કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાન દ્વારા મંદિરને ઉડાવવા માટે દરિયાઈ માર્ગથી સર્વ કરવામાં આવ્યા હતા. તે સમયે દરિયાઈ પાણીમાં ઓટ હતી. તે સમયે પાણીનુ સ્તર નીચું હતું. જ્યારે દ્વારકાના નગરી ઉપર બોમ્બ મારો કરવા આવ્યા ત્યારે દરીયાઇ પાણીની ભરતી હોવાથી પાણીનું સ્તર ઊંચું હોવાથી ૧૫૬ જેટલા બોમ્બ આજુબાજુના ગામડાઓમાં પડ્યા હતા અને દ્વારકા નગરીની એક પણ કાંકરી હલી ન હતી. તેથી દર વર્ષ દ્વારકા જગત મંદિરે વિરાટ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. દ્વારકાધીશ જગત મંદિર બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ શાસ્ત્ર ના પાઠ તેમજ જગત મંદિરના શિખર ઉપર એક દિવસની વિજય દિવસની ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પૂજારી દ્વારા બપોરના ૧૨ના ટકોરે કાળીયા ઠાકોરને વિશેષ, શિગાર સાથે વિજય વિરાટ દિન નિમિત્તે મહા આરતી કરવામાં આવી હતી. ઠાકોરજીને વામન સ્વરૂપ નો શિંગાર કરાયો હતો. એક દિવસ માટે વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજની તારીખે પણ આ બોમ્બ મારાના અવશેષો સંસ્કૂત એકેડેમી દ્વારકાના મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે.



