યુનોની સલામતી સમીતીમાં ભારતની દાવેદારીને ચાર દેશોનું સમર્થન

યુનોની સલામતી સમીતીમાં ભારતની દાવેદારીને ચાર દેશોનું સમર્થન
AI Image

(એજન્સી)           લંડન:તા.૨૨:
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીને મોટું આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક ગણરાજ્યે ભારતની સ્થાયી બેઠકની માગનું સમર્થન કર્યું છે. ચારેય દેશોએ ભારતને હિંદ-પ્રશાંત ક્ષેત્રની ‘ઉભરતી મહાસત્તા‘ ગણાવીને કહ્યું કે તેને UNSCમાં સ્થાયી સભ્ય તરીકે સ્થાન મળવું જોઈએ. ભારત અને સ્૪ દેશોએ સંરક્ષણ, ટેક્રોલોજી, વેપાર, સંશોધન અને શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર ભારતના સમર્થનમાં અવાજ ઉઠયો છે. UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી બેઠક મેળવવાના ભારતના પ્રયાસને મોટું સમર્થન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ભારત અને યુરોપના વિસેગ્રાડ જૂથ (V4)ના ચાર દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. તેમાં ચારેય દેશોએ ભારતની સ્થાયી સભ્યપદની દાવેદારીનું સમર્થન કર્યું છે. સાથે જ ભારતને ઉભરતી મહાસત્તા ગણાવ્યું છે. વિસેગ્રાડ જૂથમાં ચાર દેશો છે- પોલેન્ડ, હંગેરી, સ્લોવાકિયા અને ચેક ગણરાજ્ય છે.