રાજકોટમાં ગત મધ્યરાત્રીના દાદાનું બુલડોઝર ચાલ્યું  હનુમાનજીની 8 દેરી સહિત 12 મંદિર તોડી પડાયા

મંદિરોનું ડીમોલીશન થતા ભાવિકોમાં ભારે રોષ - મંદિર પબ્લીકને નહીં ભાજપને નડે છે

રાજકોટમાં ગત મધ્યરાત્રીના દાદાનું બુલડોઝર ચાલ્યું  હનુમાનજીની 8 દેરી સહિત 12 મંદિર તોડી પડાયા

(બ્યુરો)     રાજકોટ તા.15
રાજકોટમાં ગત મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો.
અહીં સ્થાનિકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યાં હતાં. એક સ્થાનિકે કહ્યું કે, ભાજપ ધર્મના નામે મત માગીને ચૂટાય છે. હિન્દુઓએ ભાજપને ભરી-ભરીને મત આપ્યાં. કોર્પોરેટરોને મત મળી ગયાં તો આજે આરામથી સૂતા છે. આજે 2 લોકો જાગ્યા, કાલે 5 હજાર જાગશે, સત્તા ક્યારે જતી રહેશે તે પણ નહિ ખબર પડે.
રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે ર્નિણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા ર્નિણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી ૫ાંચ વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા.