રાજયમાં શીત લહેરનો દોર શરૂ : નલીયામાં ૧૦.૮, અમરેલીમાં ૧૧.૪ ડીગ્રી તાપમાન

રાજયમાં શીત લહેરનો દોર શરૂ : નલીયામાં ૧૦.૮, અમરેલીમાં ૧૧.૪ ડીગ્રી તાપમાન

(બ્યુરો)             રાજકોટ, તા.૧૭
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફુંકાઇ રહેલા ઉત્તર-પૂર્વનાં પવનોનાં કારણે ગઇકાલથી સમગ્ર ગુજરાતમાં  ઠંડીનો પારો ગગડવા લાગ્યો છે અને શિત લહેરો વચ્ચે ઠારનો અનુભવ થવા લાગ્યો છે. ખાસ કરીને આજરોજ સવારે નલિયા અને અમરેલી ખાતે તિવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં ચાલુ સિઝનમાં પ્રથમવાર ૧૦.૮ ડિગ્રી અને અમરેલી ખાતે ૧૧.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. 
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિયાળાની  કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે અમરેલીમાં આજે સૌ પ્રથમ વખત તાપમાન ૧૧.૪ ડિગ્રી જેટલું નીચે આવી જતાં લોકોએ પ્રથમ વખત આજે ચાલું શિયાળામાં ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.
આજે સવાર સવારમાં બાળકો તથા યુવાનો સ્કૂલ કોલેજ જતા હતાં ત્યારે આજની ગુલાબી ઠંડીમાં નવા નવા રંગબેરંગી ગરમ કપડાં પહેરી સ્કૂલ જવા જોતાં મળ્યા હતા. તો બીજી તરફ સવારે ર્મોનિંગ વોકમાં નીકળેલા લોકોએ પણ શિયાળાની પ્રથમ ઠંડીની મોજ માણતા જોવા મળ્યા હતા.