રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ધનરાજ નથવાણીએ પ્રથમ વખત દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવ્યું
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૭
રિલાયન્સ ગ્રૂપ સાથે સંકળાયેલા અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ગઈકાલે શુક્રવારે પ્રથમ વખત દેવભૂમિ દ્વારકાની મુલાકાત લઈ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે કાળિયા ઠાકોરજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીત્યા બાદ ધનરાજભાઈ નથવાણી પ્રથમ વખત દ્વારકાધામ પહોંચ્યા હતા. દ્વારકાધીશના પરમ ભક્ત એવા ધનરાજભાઈએ જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની શ્રદ્ધા સાથે તેમણે કાળિયા ઠાકોરજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ધનરાજભાઈ નથવાણીની આ મુલાકાત દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ધનરાજભાઈ નથવાણીને પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવતા ધનરાજભાઈ નથવાણી માટે દ્વારકાધામની આ મુલાકાત ધામિર્ક આસ્થાની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે. રાજ્યસભામાં નવી જવાબદારી મળ્યા બાદ દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા પહોંચેલા ધનરાજભાઈની મુલાકાતે ધામિર્ક અને રાજકીય વર્તુળોમાં પણ ધ્યાન ખેંચ્યું હતું. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવાની સાથે ધનરાજભાઈ નથવાણીએ દ્વારકાધામ સાથેની પોતાની આસ્થાભરી નિકટતાને ફરી એકવાર વ્યક્ત કરી હતી. દ્વારકાની આ મુલાકાત દરમ્યાન જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવેલી શુભેચ્છાઓએ પ્રસંગને વિશેષ બનાવ્યો હતો.


