વોકીંગ ક્લબ જૂનાગઢ દ્વારા ૧૦ જાન્યુઆરીએ છઠ્ઠી સાઇક્લોથોન યોજાશે
જૂનાગઢ તા. ૪
જૂનાગઢમાં વર્ષ ૨૦૧૧માં કેટલાક ડૉક્ટરો દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય અને ફટિનેસ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વૉકકંગ ક્લબ જૂનાગઢની શરૂઆત કરવામાં આવી હતી. વૉકગિથી શરૂ થયેલી આ પ્રવૃત્તિ આજે વવિધિ રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા મંચ તરીકે વિકસી છે. લબ દ્વારા વૉકગિ અને સાઇકલીંગ ઉપરાંત સ્વમિગિ, જમિ, ઘોડેસવારી, રસ્સાખેંચ, બેડમનિટન, રનગિ, ટેનસિ સહતિની પ્રવૃત્તઓમિાં પણ લોકોને જાેડાવા અને નયિમતિ કસરત કરવા પ્રેરતિ કરવામાં આવે છે. ક્લબનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ફટિનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે.
આ હેતુને આગળ ધપાવતા વૉકીંગ ક્લબ દ્વારા અત્યાર સુધીમાં પાંચ સાઇક્લોથોનનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. દરેક આયોજનમાં સાઇકલિસ્ટોની ભાગીદારીમાં વધારો નોંધાયો છે.
વર્ષ ૨૦૨૧ – જૂનાગઢથી સોમનાથ: ૭૦ સાઇકલસ્ટ, વર્ષ ૨૦૨૨ – જૂનાગઢથી પોરબંદર થઈ દ્વારકા: ૨૬૦ સાઇકલીસ્ટ,વર્ષ ૨૦૨૩ - જૂનાગઢથી તુલસીશ્યામ: ૩૫૦ સાઇકલીસ્ટ, વર્ષ ૨૦૨૪ – જૂનાગઢથી માધવપુર: ૪૭૦ સાઇકલીસ્ટ, વર્ષ ૨૦૨૫ – જૂનાગઢથી જામવાળા: ૫૫૦ સાઇકલીસ્ટે ભાગ લીધો હતો.
આ રાઇડ્સમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, માણાવદર, જામનગર, ભાવનગર, પોરબંદર, અમદાવાદ, વડોદરા, ભુજ, બોટાદ, મહેસાણા, સુરત અને મુંબઈ સહતિનાં શહેરોમાંથી સાઇકલસ્ટો ભાગ લેતા આવ્યા છે. આથી વૉકર્કંગ ક્લબની સાઇલોથોન જૂનાગઢની બહાર પણ સાઇકલગિપ્રેમીઓમાં ઓળખ અને લોકપ્રયિતા મેળવી રહી છે.
વૉકીંગ ક્લબ જૂનાગઢ દ્વારા જૂનાગઢ રેન્જ પોલીસ અને ફટિ ઇન્ડિયા મૂવમેન્ટના સહયોગથી રવિવાર, તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ છઠ્ઠી સાઇક્લોથોન યોજવામાં આવશે. આ સાઇક્લોથોનમાં ૧૦૮ કમિીની સાઇકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. રાઇડનો પ્રારંભ અને સમાપન ભૂતનાથ મંદરિ, જૂનાગઢ ખાતેથી થશે. નરધારત રૂટ ભૂતનાથ મંદરિથી રામપરા અને રૂપલધામ થઈ ફરી ભૂતનાથ મંદરિ સુધીનો રહેશે.
સાઇક્લોથોન સાથે જાેડાયેલા ત્રણ સામાજકિ સંકલ્પો :
આ સાઇક્લોથોન દરમિયાન સાઇકલગિની સાથે સમાજહતિના ત્રણ મહત્વપૂર્ણ વિષયો અંગે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
૧. નશામુક્ત સમાજ: નશાના દુષણથી થતી અસરો અંગે જાગૃતિ ફેલાવી નશામુક્ત સમાજના નરિમાણનો સંદેશ આપવો.
૨. સાયબર ફરોડ અંગે જાગૃતિ: ઑનલાઇન છેતરપડિી અને સાયબર ગુનાઓથી બચવા માટે લોકોને સાવચેત અને જાગૃત કરવા.
૩. જરૂરીયાતમંદ બાળકોના શક્ષિણમાં યોગદાન: જરૂરયિાતમંદ બાળકોના શક્ષિણને સહયોગ અને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ.
દરેક સાઇકલીસ્ટ માટે તમામ સુવિધાઓ નિ:શુલ્ક
વોકીંગ ક્લબ દ્વારા આયોજતિ દરેક સાઇક્લોથોનમાં ભાગ લેનારા સાઇકલસ્ટોને સમગ્ર ઇવેન્ટ દરમિયાન જરૂરી સુવિધાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે. તેમાં દરેક સાઇકલિસ્ટ માટે ઇવેન્ટ ટી-શર્ટ, રાઇડ દરમિયાન હાઇડ્રેશન, નાસ્તો, ફળો અને બપોરનું ભોજન, એમ્બયુલન્સ સેવા, રાઇડ પૂર્ણ ન કરી શકનાર સાઇકલસ્ટિ માટે સપોર્ટ વાહન, સમગ્ર રૂટ પર દર ૫૦૦ મીટરે પોલીસ પેટ્રોલીંગ તેમજ સાઇકલ રર્પિર અને પંચર માટે ટેક્નશિયનની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
આ સુવિધાઓ પાછળ પ્રતિ સાઇકલસ્ટ આશરે રૂ. ૧,૨૦૦થી રૂ. ૧,૪૦૦ જેટલો ખર્ચ થાય છે. તેમ છતાં કોઈપણ સાઇકલિસ્ટ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી અને તમામ સુવિધાઓ દરેક ભાગ લેનારને સંપૂર્ણપણે નિ:શુલ્ક આપવામાં આવે છે. સાઇકલલસ્ટોને સુરક્ષિત અને સુવ્યવસ્થતિ રાઇડનો અનુભવ મળે તથા વધુ લોકો ફટિનેસ તરફ પ્રેરાય તે આ વ્યવસ્થા પાછળનો મુખ્ય હેતુ છે.
વૉકગિ ક્લબની સામાજિક પ્રવૃત્તઓ:
ફટિનેસ અને રમતગમતની પ્રવૃત્તિઓ ઉપરાંત વૉકકંગ ફૂલબ સામાજકિ જવાબદારી નભાવવાના હેતુથી વવિધિ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ જાેડાય છે. ક્લબ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમો યોજવામાં આવે છે; દિવ્યાંગ વ્યક્તિઓના પરિવારો અને શહીદોના પરીવારોને સહાયરૂપ થવા ફાળો એકત્રતિ કરી યોગદાન આપવામાં આવે છે; બીમાર પશુઓને ખોરાક આપવાની તથા તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે; તેમજ જરૂરયિાતમંદ બાળકોના શક્ષિણ માટે પણ યોગદાન આપવામાં આવે છે.
આયોજન અને સંચાલન:
દર વર્ષે આ પ્રકારના મોટા આયોજનને સફળ બનાવવા વૉકકંગ ક્લબના તમામ સભ્યો આયોજન, વ્યવસ્થા અને અમલીકરણમાં સહભાગી બને છે. મુખ્ય આયોજક ટીમમાં ડૉ.કેતન પી. ગઢવી, ડૉ. સુનલિ લુણાગરીયા, ડૉ. રતિતિ પપિડિયા, કલ્પેશભાઈ હડિોચા, સફીભાઈ દલાલ, ડૉ. કલ્પેશ બાખલખિયા અને ડૉ. મુકુલ ત્રવિદીનો સમાવેશ થાય છે. આ સાથે ક્લબના તમામ સભ્યોની મહેનત, સહકાર અને ટીમવર્કથી દર વર્ષની સાઇક્લોથોન સફળતાપૂર્વક યોજાય છે.
સહભાગી થવા અપીલ:
વૉકગિ કલબ જૂનાગઢ દ્વારા નાગરીકો, યુવાનો અને સાઇકલગિપ્રેમીઓને છઠ્ઠી સાઇક્લોથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવે છે. ફટિનેસને જીવનનો હિસ્સો બનાવવા સાથે નશામુક્ત સમાજ, સાયબર સુરક્ષા અને જરૂરીયાતમંદ બાળકોના શકિષણ જેવા સામાજજક સંકલ્પોમાં સહભાગી બનવા સૌને આમંત્રણ છે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે કલ્પેશભાઈ હીડોચા – ૯૮૨૫૫૦૭૨૬૫, સફીભાઈ દલાલ - ૯૮૨૪૮૬૮૧૯૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
ફાઈલ તસ્વીર


