શેરબજારમાં મોટો કડાકો આવશે : સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટનો ખતરો

શેરબજારમાં મોટો કડાકો આવશે : સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટનો ખતરો

(એજન્સી)            મુંબઈ તા.૧૦
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલને લઈને આખી દુનિયામાં સંકટ છવાયેલું છે, કારણ કે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન વારંવાર તૂટી રહી છે, જેના કારણે ઓઈલનાં ભાવ ઝડપથી ઉપર આવી ગયા છે.
બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંનેમાં તેજી જોવા મળી છે. ૯ સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલર પર પહોંચી ગયું અને WTI ક્રૂડ ઓઈલ ૯૪ ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. બંનેમાં ૨ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આ દરમિયાન, અમેરિકી બેન્કર ગોલ્ડમેન સૅક્સે ક્રૂડ ઓઈલને લઈને મોટો દાવો કર્યો છે. જો ગોલ્ડમેન સૅક્સના કહેવા મુજબ વસ્તુઓ થાય છે તો શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. દિગ્ગજ અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સૅક્સે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો 
પર હુમલાઓ અટકતા નથી તો ક્રૂડના ભાવ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.