શેરબજાર, સોના, ચાંદીમાં ભારે તેજી : ક્રુડમાં કડાકો સેન્સેક્સમાં 1200 પોઈન્ટનો ઉછાળો
ડોલર સામે રૂપિયામાં 120 પૈસાનો અભૂતપૂર્વ ઉછાળો
(એજન્સી) નવી દિલ્હી તા.15:
પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે આજે વિશ્વભરના બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સ્થાનિક શેરબજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં મ્જીઈ સેન્સેક્સ 1,200 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી-50 ઈન્ડેક્સ પણ 350 પોઈન્ટ ઉછાળો આવ્યો છે. સોનુ, ચાંદી, રૂપિયામાં ભારે મજબુતી આવી છે. ડોલર સામે રૂપિયાના ભાવમાં 120 પૈસાનો અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. જ્યારે ક્રુડના ભાવમાં કડાકો બોલી ગયો છે. ક્રુડના ભાવ તુટતા આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવો ઘટશે તેવી આશા છે.


