સીએનજીના ભાવ પણ વધ્યા અદાણીએ રૂા.૪નો વધારો કર્યો
(એજન્સી) નવી દિલ્હી તા.૧:
અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા ૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં ૪ રૂપિયાનો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો ભાવ ૯૪.૦૨ રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.


