સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે મોઢા તથા ગળાના કેન્સરનાં નિદાન કેમ્પમાં ૨૭૫ લોકોની આરોગ્ય તપાસ કરાઇ : તમાકુની આડ અસર વિશે લોકોને માહિતગાર કરાયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૩
જૂનાગઢ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે મોઢા તથા ગળાના કેન્સરના નિદાન કેમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાંકાન, નાક, ગળાના વિભાગની ઓપીડી રૂમ નંબર ૨૧૪ બીજો માળ ખાતે કરવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પમાં ૨૫૭ લોકોએ તપાસ કરાવેલ હતી. આ કેમ્પમાં નિષ્ણાંત કેન્સરના સર્જન ડોક્ટર સર્જન ડો. સ્વપ્નિલ વનપરીયા, ઈએનટી વિભાગના વડા ડો.રવિ મકવાણાએ કેમ્પમાં આવેલ લોકોને તમાકુની આડ અસરો વિશે માહિતી આપેલ હતી, કાઉન્સિલિંગ કરેલ હતું તથા મોઢા તથા ગળાના કેન્સરના નિદાન માટેની તપાસ કરેલ હતી. કેમ્પમાં ૧૭૫ પુરુષો અને ૫૨ મહિલાઓએ તપાસ કરાવેલ હતી. જેમાં કુલ ૨૦૬ વ્યક્તિઓને તમાકુનું વ્યસન હતું. અંદાજિત ૭૦ જેટલા વ્યક્તિ ૧૦ વર્ષ કરતા પણ વધુ સમયથી તમાકુનું વ્યસન કરતા હતા. કુલ પચાસ વ્યક્તિ તમાકુના વ્યસનને લીધે મોઢું સરખું ખોલી શકતા નહોતા જેને તબીબી ભાષામાં ઓરલ સબમ્યુકોઝલ ફાઇબ્રોસીસ કહેવામાં આવે છે. કુલ ચાર વ્યક્તિઓ શંકાસ્પદ લગતા દૂરબીન વડે તપાસ કરવામાં આવેલ હતી તથા તેમાંથી બે વ્યક્તિની બાયોપ્સી પણ લેવામાં આવેલ હતી. તમાકુનું વ્યસન કરતાં લોકોમાં મોઢાનું કેન્સર મોટેભાગે તમાકુનું વ્યસન કરતાં લોકોમાં જોવા મળે છે તથા જો શરૂઆતના તબક્કે તેનું નિદાન કરવામાં આવે તો તેની સંપૂર્ણ સારવાર નો ઈલાજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ઉપલબ્ધ છે તમામ લોકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ઉપલબ્ધ આ સુવિધાનો લાભ લેવા નમ્ર વિનંતી છે. આ કેમ્પમાં ડો.વત્સલ ગોંડલીયા, ડો. રેખા તથા ર્નસિંગ ઇન્ચાર્જ નીતિન ઉપાધ્યાયે પ્રશંસનીય કામગીરી કરેલ હતી. અત્રે ઉલ્લેખની છે કે જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને અને સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ સતત દર્દીઓની સેવા અને શ્રેષ્ઠ સારવાર માટે અવિરત પ્રયાસો, કામગીરી કરવામાં આવે છે.


