૬ વર્ષમાં સરકારી બેન્કોને રૂા.૬.૧પ લાખ કરોડનો ધુંબો
(એજન્સી) નવી દિલ્હી તા.૯:
જાહેર સાહસોની બેંકોએ છેલ્લાં ૬ મહિનાના સમયગાળા દરમ્યાન રૂ.૬.૧૫ લાખ કરોડની લોન માંડી વાળી છે.
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર જાહેર સાહસોની જુદી જુદી બેંકોએ છેલ્લાં પાંચ વર્ષમાં અને ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂ.૬,૧૫,૬૪૭ કરોડની લોન માંડવાળ કરી હતી એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને આપેલાં એક લેખિત જવાબમાં કહ્યું હતું.


