LPG ભરેલું બીજુ જહાજ નંદાદેવી પણ ગુજરાતના વાડીનાર બંદરે પહોંચી ગયું
(એજન્સી) નવી દિલ્હી તા.૧૭:
દેવભૂમિ દ્વારકાના વાડિનાર પોર્ટ પર વિશાળ નંદા દેવી જહાજ પહોંચી ગયું છે. ઈરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને ભારતનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ગયું છે. નંદા દેવી આજે સફળતાપૂર્વક વાડિનારના કિનારે લેન્ડ થયું છે. નંદા દેવી જહાજનું વાડિનાર પહોંચવું દેશ માટે અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પોર્ટ પ્રશાસન અને કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળ)ની દેખરેખ હેઠળ જહાજનું સુરક્ષિત એન્કરિગ કરવામાં આવ્યું છે. વાડિનારના ડીપ વોટર ટમિર્નલ પર હવે કાર્ગો અનલોડિગની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
યુદ્ધ વચ્ચે LPG ગેસના જથ્થા સાથે ગઈકાલે એક જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. કચ્છના મુંદ્રા પોર્ટ સાથે આજે વાડીનાર પોર્ટ પર મળી બે મહત્વના ભારતીય જહાજો ન્ઁય્ ગેસનો જથ્થો લઈને આવી ગયા છે. બને જહાજમાં ૯૨૭૦૦ ટન LPG ગેસ જથ્થો ભારત પહોંચ્યો છે. ગઈકાલે મુન્દ્રા પોર્ટ પર શિવાલીક જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન LPG ગેસ લવાયો હતો, જેમાં ૨૦ હજાર મેટ્રિક ટન પાઇપ મારફતે પોર્ટ પર ટેન્કમાં રિફિલ કરાયો છે. જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન ગેસ મેંગ્લોર મોકલવામાં આવશે.


