અમેરીકામાં હોકી મેચ દરમ્યાન અંધાધૂંધ ફાયરીંગ : ૩ના મોત

અમેરીકામાં હોકી મેચ દરમ્યાન અંધાધૂંધ ફાયરીંગ : ૩ના મોત

(એજન્સી)      વોશિંગ્ટન,તા.૧૭: 
અમેરિકાના રોડ આઈલેન્ડ રાજ્યમાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આઈસ હોકી મેચ દરમિયાન અચાનક થયેલા ફાયરિગમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હુમલાખોરે પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે આ હિસક ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ કોઈ આકસ્મિક હુમલો નહીં પરંતુ 
ચોક્કસ ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલી ગોળીબારની ઘટના છે, જેની પાછળ કદાચ કૌટુંબિક વિવાદ કારણભૂત હોઈ શકે છે.