ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુંબઈ પહોંચ્યા : રૂા.૩.રપ લાખ કરોડના સંરક્ષણ કરાર કરાશે

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન મુંબઈ પહોંચ્યા : રૂા.૩.રપ લાખ કરોડના સંરક્ષણ કરાર કરાશે

(એજન્સી)         મુંબઈ, તા.૧૭ :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે વહેલી સવારે ભારતની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ આવી પહોંચ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોનની આ ચોથી ભારત મુલાકાત છે.
નિષ્ણાતોના મતે જે રીતે દાયકાઓ સુધી રશિયા ભારતનો સૌથી વિશ્વાસપાત્ર રક્ષા ભાગીદાર રહ્યો છે, તે સ્થાન હવે ફ્રાન્સ મેળવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા સહયોગના કરારને આગામી ૧૦ વર્ષ માટે નવીકરણ કરવામાં આવે તેવી અપેક્ષા છે. બંને દેશો વચ્ચે રૂા.૩.૨૫ લાખ કરોડના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થશે. મૂલ્યની દ્રષ્ટિએ આ સોદો ભારતનો સૌથી મોટો લશ્કરી ખરીદી હશે. ભારતને ૧૧૪ રાફેલ ફાઇટર જેટ મળશે.ભારત સરકારની રક્ષા ખરીદ પરિષદે ફ્રાન્સ પાસેથી ૧૦૦થી વધુ રાફેલ લડાકુ વિમાનો ખરીદવાનો ર્નિણય લીધો છે, જે રક્ષા ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે. આ ઉપરાંત, ‘હેમર‘ (ૐટ્ઠદ્બદ્બીિ) મિસાઈલોના ભારતમાં સંયુક્ત ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ સમજૂતી થવાની સંભાવના છે. બેંગલુરુમાં 
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી કેથરીન વેટરીન વચ્ચે ભવિષ્યના રક્ષા રોડમેપ પર ચર્ચાઓ યોજાશે.
રાષ્ટ્રપતિ મેક્રોન ભારત દ્વારા આયોજિત ‘છૈં ઈમ્પેક્ટ સમિટ‘માં ભાગ લેશે અને વડાપ્રધાન મોદી સાથે મુંબઈના લોક ભવનમાં દ્વિપક્ષીય બેઠક યોજશે. બંને નેતાઓ સંયુક્ત રીતે ‘ઇન્ડિયા-ફ્રાન્સ યર ઓફ ઇનોવેશન ૨૦૨૬‘નું ઉદઘાટન કરશે અને ઉદ્યોગ જગતના નેતાઓ, સ્ટાર્ટઅપ્સ તથા સંશોધકોને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી, અંતરિક્ષ, દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ સહયોગ ગાઢ બનાવવામાં આવશે.