બેંક ભરતી કૌભાંડમાં સીબીઆઈના ૬ રાજ્યોમાં દરોડા : ૪ની ધરપકડ, ૧૭ર નકલી અધિકારીઓ મળ્યા

બેંક ભરતી કૌભાંડમાં સીબીઆઈના ૬ રાજ્યોમાં દરોડા : ૪ની ધરપકડ, ૧૭ર નકલી અધિકારીઓ મળ્યા
AI Image

નવી દિલ્હી તા.૧૩
સીબીઆઈએ બેંક ભરતીમાં પાંચ વર્ષ જૂના ડેટાની તપાસ કરીને નોકરી મેળવનારા નકલી ઉમેદવારોનો પર્દાફાશ કર્યો છે. પરીક્ષા દરમિયાન એકત્ર કરાયેલા આંખોના સ્કેન (આઇરિસ) દ્વારા છેતરપિંડીથી નોકરી મેળવનારા ૨૫૭ શંકાસ્પદ ઉમેદવારો મળી આવ્યા છે. આમાંથી ૧૭૨ ઉમેદવારો અલગ-અલગ બેંકોમાં નોકરી કરી રહ્યા હતા. સીબીઆઈ હવે દેશભરમાં અન્ય નકલી અધિકારીઓની શોધમાં લાગી છે. આઈબીપીએસે આ તમામ કાર્યરત લોકો ઉપરાંત અન્ય શંકાસ્પદ ઉમેદવારોને પણ આજીવન પરીક્ષામાંથી ડિબાર કરી દીધા છે. સંબંધિત બેંકોને તેમના સવિર્સ નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હવે તેમની નોકરી જવાની સાથે ધરપકડની તલવાર પણ લટકી રહી છે.