વિસાવદર તાલુકાનાં ભાજપ યુવા મોર્ચાનાં કોષાધ્યક્ષ હિતેશભાઈ રફાળીયા કોંગ્રેસમાં જાેડાયા

વિસાવદર તાલુકાનાં ભાજપ યુવા મોર્ચાનાં કોષાધ્યક્ષ હિતેશભાઈ રફાળીયા કોંગ્રેસમાં જાેડાયા

જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં જાંબુડીનાં વતની અને ભાજપનાં યુવા મોર્ચાનાં કોષાધ્યક્ષ હિતેશભાઈ રફાળીયા ભાજપને રામ રામ કરી અને કોંગ્રેસમાં વિધિવત રીતે જાેડાતા તેને આવકારવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે ખેડૂતોનાં હિતમાં કોંગ્રેસ દ્વારા જે લડાઈ કરવામાં આવી રહી છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટેની કોંગ્રેસની કામગીરીથી પ્રભાવિત થઈ હિતેશભાઈ રફાળીયાએ ભાજપમાંથી રાજીનામું આપી અને કોંગ્રેસમાં જાેડાવવાનો નિર્ણય કરતાં ભાજપ સરકારની નિષ્ફળતા અને કોંગ્રેસની કામ કરવાની પધ્ધતિથી પ્રેરાઈ અને હિતેશભાઈએ ભાજપમાંથી રાજીનામુ આપી અને કોંગ્રેસમાં જાેડાતા જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલનાં હસ્તે તેમને ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકાર આપ્યો હતો. આ તકે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતાં.