શેરબજારમાં કડાકો : સેન્સેકસમાં ૮પ૦ પોઈન્ટનું ગાબડું

શેરબજારમાં કડાકો : સેન્સેકસમાં ૮પ૦ પોઈન્ટનું ગાબડું

મુંબઈ તા. ર૪
શેરબજારમાં આજે એટલે કે ૨૪ સપ્ટેમ્બરે ઘટાડો જાેવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૮૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૩,૯પ૦ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ ૨૭પ પોઈન્ટ ઘટીને  ૨૩,૧પ૦ પર કારોબાર કરી રહ્યો છે. બેન્કીંગ, મેટલ અને ઓટો શેરોમાં આજે વધુ વેચવાલી જાેવા મળી રહી છે. મધ્ય- પૂર્વ માં સતત તણાવની સ્થિતિ તેમજ હોર્મુઝ સ્ટેટ અને બાબ અલ મંદેબ માર્ગ બંધ થતાં ઓઈલ પુરવઠાની ગંભીર અસર પહોંચતા વિશ્વમાં પેટ્રોલ - ડીઝલનાં ભાવોમાં ભારે ભડકો થયો છે અને આ પરિસ્થિતિ ઘણા સમયથી ચાલુ છે. તેમજ નજીકનાં ભવિષ્યમાં ઓઈલ પુરવઠો સામાન્ય થાય તેવી શકયતા નહી હોવાથી શેરબજારમાં સતત ગભરાટનું વાતાવરણ ફેલાયેલું રહે છે અને સતત વોલેટાઈલ સ્થિતિ રહે છે જેને કારણે શેરબજારનાં સેન્સેકસમાં કડાકો નોંધાઈ રહયો છે. આજે મોટાભાગનાં શેરો લાલ નિશાન પર ટ્રેડ કરી રહયા છે.