સીવીલ હોસ્પિટલ, જૂનાગઢની ડિજિટલ પહેલ સિવિલ હોસ્પિટલના દર્દીઓને હવે લેબોરેટરી રિપોર્ટ મોબાઇલમાં વોટ્સએપ મેસેજ દ્વારા મળશે
જૂનાગઢ તા. ૧૩
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા અને સમયના સદુપયોગને ધ્યાનમાં રાખીને એક નવીન સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા અંતર્ગત દર્દીઓને તેમના લેબોરેટરી તપાસના રિપોર્ટ સીધા તેમના મોબાઇલ ફોનમાં વ્હોટસએપ મેસેજ દ્વારા મળી રહેશે. આ સુવિધા ગુરૂવાર, તા.૧૫/૧૦/૨૦૨૬થી કાર્યરત કરવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે દર્દીઓને પોતાના લેબોરેટરી રિપોર્ટ મેળવવા માટે વારંવાર હોસ્પિટલમાં રાહ જાેવાની જરૂરિયાતમાં ઘટાડો થશે અને તેઓ સમયસર પોતાના રિપોર્ટ મેળવી શકશે.
દર્દી અને લેબોરેટરીનો ધક્કો ખાવો પડશે નહીં અને રાહ જાેવી પડશે નહીં.
મોબાઇલમાં રિપોર્ટ ઉપલબ્ધ થવાથી દર્દીઓ પોતાના રિપોર્ટના આધારે સંબંધિત વિભાગના તબીબને સમયસર બતાવી શકશે. પરિણામે દર્દીઓનો સમય બચશે, હોસ્પિટલમાં બિનજરૂરી અવરજવર ઘટશે અને સારવારની પ્રક્રિયા વધુ સુગમ બનશે.
દર્દીઓને વધુ સારી, સરળ અને સમયસર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના હેતુથી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ડિજિટલ આરોગ્ય સેવાઓની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢ દર્દી સેવા એ જ અમારી પ્રાથમિકતા છે.


